એટ્રોસિટી એક્ટ, 1989
એટ્રોસિટી એક્ટ, 1989 ભારતીય સાંસદ દ્વારા પારિત અધિનિયમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એટ્રોસિટી એક્ટ ) 1989 ભારતીય સાંસદ દ્વારા આ 11 સપ્ટેમ્બર 1989 માં પારિત કરવામાં આવ્યો હતો. જેને 30 જાન્યુઆરી 1990 થી ભારતમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ અધિનિયમ એ દરેક વ્યક્તિને લાગુ પડે છે કે જે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય નથી અને જે વ્યક્તિ આ વર્ગના સભ્યો પર જુલમ કરે છે. (i) આ અધિનિયમમાં 5 પ્રકરણ અને 23 વિભાગો છે. કોઈપણ વ્યક્તિ જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય નથી - (i) અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના કોઈપણ સભ્યને કોઈપણ હાનિકારક પદાર્થ પીવા અથવા ખાવાની ફરજ પાડે છે . (ii) ઈજા , અપમાન અથવા હેરાન કરવાના ઈરાદાથી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યના પરિસરમાં અથવા પડોશમાં મળમૂત્ર , પ્રાણીઓના શબ અથવા અન્ય કોઈપણ અપ્રિય પદાર્થ એકત્રિત કરે છે . (iii) અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ...